મોટા લીલીયાના વતની મુકેશભાઈ બાબુભાઈ વિરાણીના પુત્ર ધ્રુવીલે પોતાના નોકરી મળ્યાના પ્રથમ પગારના રૂા. રપ,૦૦૦/- રોકડા નિઃશુલ્ક આરોગ્યસેવા પ્રદાન કરતી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબીને લીલીયા તાલુકાના સમાજઅગ્રણી એવા બાબુભાઈ વિરાણીની ઉપસ્થિતિમાં હોસ્પિટલના મંત્રી બી.એલ. રાજપરાને અર્પણ કરી એક પ્રસંશનીય દાખલો પુરો પાડ્યો છે. બી.એસસી. (એગ્રી) પુર્ણ કરી ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી, રાજકોટ મુકામે મદદનીશ બીજ પ્રમાણન અધિકારી તરીકે કાર્ય જવાબદારી સ્વીકારી પ્રથમ મહેનતાણાની રકમ દર્દીનારાયણની સેવાર્થે અર્પણ કરી ધ્રુવીલે પોતાના માતા-પિતા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.