મુખ્યમંત્રી રૂપાણીના આગામી કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર કચેરીમાં મળેલી બેઠક

702
bhav792017-5.jpg

 ભાવનગર ખાતે સંભવિત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કલામહાકુંભ-૨૦૧૭નો સમાપન સમારોહ તથા વિજેતાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ ભાવનગરના સરદારનગર સ્થિત ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ સફળતા પૂર્વક સરળતાથી પાર પાડવાના શુભ હેતુસર ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલે વિવિધ સમિતિની રચના કરી છે જેવી કે- મુખ્ય સમિતિ, સ્વાગત સમિતિ, એરપોર્ટ તથા હેલીપેડ ખાતે, સ્વાગત તથા મુખ્ય સ્ટેજ સંચાલન સમિતિ, સાંસ્ક્રુતિક કાર્યક્રમ સમિતિ, સફાઈ અને સ્વચ્છતા સમિતિ, વાહન વ્યવસ્થા, ર્પાકિંગ ટ્રાફીક નિયંત્રણ સમિતિ, પ્રેસ ઈલેકટ્રોનીક મીડિયા સમિતિ, મુખ્યમંત્રી માટે આવાસ અને ભોજન વ્યવસ્થા સહિતની સમિતિ બનાવાય છે.
આ કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ ભાવનગરના બી.એચ. તલાટીએ નોડલ અધિકારીતરીકે ફરજો બજાવવાની રહેશે.  આ સંદર્ભે આજે તા. ૦૬ સપ્ટે.ના રોજ વીડિયો કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે નોડલ અધિકારી અને  નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ ભાવનગરના બી. એચ. તલાટીએ એક બેઠક યોજી સંબંધિત સમિતિના સભ્યોએ કરવાની થતી કામગીરીની સમિક્ષા કરી હતી.

Previous article પાલીતાણા તાલુકાના આકોલાળી ગામે મા નર્મદા યોજનાનો થયેલો વિરોધ
Next article ર૪ કલાકમાં સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત