બોટાદમાં તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો

717

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ બોટાદમા ખારા વિસ્તારમાં આવેલ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં-૧૫ માં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.

જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા આઈ.ઇ.સી.અધિકારી એમ.કે. મૂંધવા,શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાંણી દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleપ્રથમ પગાર નિદોર્ષાનંદ હોસ્પિ.ને અપર્ણ
Next articleબરવાળાની સીમમાં અજાણ્યા જાનવરે ખેત મજુર ઉપર હુમલો કરતા ઈજા