બરવાળા ગામની સીમમાં અજાણ્યા જાનવર દ્વારા ખેત મજુર ઉપર હુમલો કરી મોઢાના ભાગે લોહિયાળ ઇજાઓ પહોચાડી પલાયન થઇ ગ્યું હતું આ બનાવની અંગેની જાણ થતા જ આજુબાજુના ખેડૂતો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બરવાળા મુકામે રાણપુર રોડ ઉપર આવેલ પીજીવીસીએલ કચેરી પાછળ આવેલ રણજીતભાઈ ભગવાનભાઈ મોરીના વાડીમાં ખેત મજુરી કામ કરતા સંજયભાઈ રૂપાભાઈ કાવીઠીયા તા.૨૧ના રોજ રાત્રીના સુમારે આરામ કરી રહ્યા હતા એ અરસામાં અજાણ્યા જંગલી જાનવરે પંજા વડે હુમલો કરતા સંજયભાઈ કાવીઠીયાને મોઢાના ભાગે લોહિયાળ ઇજાઓ પહોચી હતી તેમજ ખેત મજુર લોહી લુહાણ હાલતમાં થઇ જતા જંગલી જાનવરને અંધારામાં ઓળખી શકેલ નહિ. જેઓને સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બરવાળાના વાડી વિસ્તારમાં જંગલી જાનવરના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે જંગલી જાનવર દ્વારા કરવામાં આવેલ હુમલાના ઘટના સ્થળે ખેડૂતો મોટી સંખ્યામાં ઘસી ગયા હતા અને જંગલી જાનવરના સગડ તેમજ પંજાના નિશાન જોઈ કુતુહલ સર્જાયું હતું.