મંદિર આંદોલનને લઇને વિશ્વ હિન્દુ પરિષદની નવેસરન ગતિવિધીને ધ્યાનમાં લઇને અયોધ્યા અને ફેઝાબાદમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારમાં હાલમાં હિંસાની દહેશત સ્પષ્ટપણે જોવા મળે છે. આ દહેશતના કારણે પરિવારોએ વધુ પ્રમાણમાં રેશનિગ ખરીદવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન વેપારીઓ દ્વારા વિહિપ તરફથી આયોજિત રવિવારની ધર્મસભાનો બહિષ્કાર કરવાની વાત કરી છે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં વેપારીઓ દ્વારા વિહીપના રોડ શોનો બહિષ્કાર કરવાની વાત કરી છે. તેમની સંયુક્ત સંસ્થા સંયુક્ત વેપાર મંડળે કહ્યુ છે કે તેમના દ્વારા ધર્મસભાનો વિરોધ કરવામાં આવનાર છે. મુંબઇથી અહીં આવેલા શિવ સેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને કાળા ધ્વજ દેખાડવામાં આવનાર છે.
વેપાર મહામંડળના અધ્યક્ષ જર્નાદન પાન્ડેયે કહ્યુ છે કે ફેઝાબાદ અને અયોધ્યામાં માહોલને ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બંને શહેરોના લોકોને દહેશત સતાવી રહી છે કે આવનાર દિવસોમાં સ્થિતી સામાન્ય રહેનાર નથી. જેથી હિન્દુ અને મુસ્લિમ બંને પરિવારો જરૂરી રેશનિંગની ચીજો ખરીદવા લાગી ગયા છે. જો હિંસાની સ્થિતીને ધ્યાનમાં લઇને અયોધ્યા અને ફેજાબાદને કિલ્લામાં ફેરવી દેવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને સામાન્ય લોકોનો ટેકો મેળવી લેવા માટે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં સીઆરપીએફની તૈનાતી કરવામાં આવી છે. અયોધ્યા અને ફેઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. પરંતુ ગુરૂવારે વિહીપને રોડ શો કરવાથી રોકવામાં તંત્રને સફળતા મળી ન હતી. વિવાદાસ્પદ સ્થળ પર વર્તમાન વ્યવસ્થા સાથે કોઈ ચેડાં ન થાય તે માટે કઠોર સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર સંબંધિત માહિતી એકત્રિત કરવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ રામજન્મ ભૂમિની અંદર અને બહાર વિશેષ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ફૈજાબાદમાં ડિવિઝનલ કમિશનર મનોજ સિંહાએ કહ્યું છે કે સંકુલની આસપાસ તેમને જવાને મંજુરી છે જે દર્શનના ઈરાદાથી જવા માટે ઈચ્છુક છે. બીજી બાજુ અયોધ્યા અને ફૈઝાબાદમાં કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગને લઈને સામાન્ય લોકો પાસેથી સમર્થન એકત્રિત કરવાના પ્રયાસમાં છે.