વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમાં પોતાના પ્રથમ ચૂંટણી પ્રવાસમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. લેંગલૂઇમાં જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના આ ભાગમાં આવીને હંમેશા આનંદ અનુભવાય છે.ગત ચાર વર્ષમાં ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોમાં ૨૭ વખત આવી ચૂક્યો છું. કોંગ્રેસ ક્યારેક દેશના સૌથી વધુ રાજ્યોમાં સત્તા પર હતી પરંતુ આજે માત્ર ૨-૩ રાજ્ય સુધી સિમીત થઇ ગઇ છે. હવે મિઝોરમના લોકો પાસે પણ કોંગ્રેસથી મુક્તિ મેળવવાની તક આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્થ-ઇસ્ટ માટે ચલાવવામાં આવતી સરકારી યોજના અંગે માહિતગાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ગત ચાર વર્ષમાં ’એક્ટ ફાસ્ટ ફોર ઇન્ડિયાઝ ઇસ્ટ’ નીતિ હેઠળ ઉત્તર-પૂર્વના દરેક વિસ્તારનો વિકાસ કર્યો છે.
ઉત્તર-પૂર્વના શહેરોને રેલવેથી જોડવાની પણ વાત પીએમ મોદીએ કહી. પીએમ મોદીએ કહ્યુંકે બધા ઉત્તર-પૂર્વી રાજ્યોની રાજધાનીઓને રેલવે દ્વારા જોડવાનું કાર્ય ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જેને પ્રાથમિકતાના ધોરણ ચલાવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ પર ત્રણ ગણી ઝડપથી કામ ચાલી રહ્યું છું. મિઝોરમમાં લોક નિર્માણ મંત્રાલય મુખ્યમંત્રી પાસે છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની ખરાબ કાર્ય-સંસ્કૃતિના કારણે મિઝોરમ મુશ્કેલીમાં છે. ઘણા બધા પ્રોજેક્ટ સમય કરતાં પાછળ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં ૨૮ નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે તેની મતગણતરી ૧૧ ડિસેમ્બરે કરવામાં આવશે.
પીએમએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિકાસ નહી લટકાવવા અટકાવવા, ભટકાવવાની સંસ્કૃતિ વાળી પાર્ટી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર રાજકારણનો આધાર છે. આવામાં ડબલ એન્જિનથી વિકાસને વધારવા માટે લોકોને ભાજપને જનાદેશ આપવાની અપીલ કરી છે. અમારી આ પ્રતિબદ્વતા છે કે મિઝો સમાજને બંધારણમાં જે અધિકાર મળ્યા છે તેમની રક્ષા કરવામાં આવશે.