અભિનેત્રી દિશા પટની સેક્સી ફિગરને લઇને યુવતિઓમાં ભારે લોકપ્રિય છે. સાથે સાથે તે પોતાની સેક્સી ફિગરને દર્શાવવા માટે પણ ક્યારેય ખચકાટ અનુભવ કરતી નથી. તે સોશિયલ મિડિયામાં પોતાના ચાહકોની સાથે સામાન્ય રીતે હોટ ફોટો શેયર કરતી રહે છે. તેની સુપર ટોન્ડ બોડી તમામ યુવતિઓ માટે પ્રેરણા સમાન બની ગઇ છે. ફર એકવાર દિશા પટનીએ બોડી ફ્લોન્ટ કરીને સેક્સી ફોટ પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં તે મિરરની સામે ઉભેલી નજરે પડે છે. જેમાં તેના સુપરહોટ ફિગર ખુબ આકર્ષક દેખાય છે. તે હાલમાં ફેમસ કાલ્વિન ક્લેઇનની બ્લેક બિકીનીમાં નજરે પડી હતી. તે ફોટોની સાથે કેપ્શન પણ હમેંશા બનાવે છે. દિશાએ ચાહકોને માહિતી આપી છે કે તે તે આ બ્રાન્ડના સ્ટોર લોંચ પ્રસંગે દિલ્હી પહોંચી હતી. તેનુ કહેવુ છે કે આ તેના ફેવરીટ બ્રાન્ડ તરીકે છે. દિશા હકીકતમાં ઓક્ટોબર મહિનામાં જ આ બ્રાન્ડ સાથે જોડાઇ ગઇ હતી. એ વખતે પણ તે બ્લેક બિકિનીમાં નજરે પડી હતી. દિશા પાસે હાલમાં અનેક ફિલ્મ રહેલી છે. તે ટુંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારતમાં નજરે પડનાર છે. જે જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં કેટરીના કેફ પણ મોટી ભૂમિકા અદા કરી રહી છે.
હાલમાં દિશા એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે સારી અને મોટી ફિલ્મો આવી રહી છે. તે ટાઇગર સાથે તેના પ્રેમ સંબંધના કારણે પણ ચર્ચામાં છે. નવી અભિનેત્રીઓમાં દિશાની સાથે આલિયા ભટ્ટ, જાનહ્વી અને સારા અલી ખાન હાલમાં ચર્ચામાં છે. આ તમામ હોટ સ્ટાર તરીકે નજરે પડી રહી છે. જો કે હાલમાં સૌથી વધારે ચર્ચા દિશાની જ જોવા મળી રહી છે.