વર્લ્ડ કપ હોકીની આરંભિક મેચમાં આયોજક ભારત સામે રમવાના પડકારની કોઈપણ ટીમ રાહ જોતી હોય છે, એમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટિમ ડ્રમમોન્ડે કહ્યું હતું. દક્ષિણ આફ્રિકા તેની સી-વિભાગની મેચ ભારત સામે ૨૮મી નવેમ્બરે સ્પર્ધાના આરંભિક દિવસે અહીંના કલિન્ગા સ્ટેડિયમ ખાતે રમશે.
“ભારત સામે પહેલી મેચમાં રમવાનો અને દર્શકોનો અનુભવ મેળવવાનો ખાસ લાભ અમને મળ્યો છે, એમ ડ્રમમોન્ડે કહ્યું હતું. ડ્રમમોન્ડની ભારતમાં આ પહેલી મુલાકાત નથી, પણ તેની ટીમના ઘણા ખેલાડી હોકી પ્રેમી આ શહેરમાં પહેલી વાર રમવા આવ્યા છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લી વેળાની સ્પર્ધામાં દસમા સ્થાને રહી હતી જે રાષ્ટ્રનો શ્રેષ્ઠ દેખાવ રહે છે અને ડ્રમમોન્ડે આ વેળા ટીમના દેખાવમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી.
“ભારત સામે પહેલી મેચમાં રમવાનો અને દર્શકોનો અનુભવ મેળવવાનો ખાસ લાભ અમને મળ્યો છે, એમ ડ્રમમોન્ડે કહ્યું હતું. ડ્રમમોન્ડની ભારતમાં આ પહેલી મુલાકાત નથી, પણ તેની ટીમના ઘણા ખેલાડી હોકી પ્રેમી આ શહેરમાં પહેલી વાર રમવા આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લી વેળાની સ્પર્ધામાં દસમા સ્થાને રહી હતી જે રાષ્ટ્રનો શ્રેષ્ઠ દેખાવ રહે છે અને ડ્રમમોન્ડે આ વેળા ટીમના દેખાવમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી. વર્લ્ડ કપ હોકીની આરંભિક મેચમાં આયોજક ભારત સામે રમવાના પડકારની કોઈપણ ટીમ રાહ જોતી હોય છે, એમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટિમ ડ્રમમોન્ડે કહ્યું હતું.