ગાંધીનગરમાં ચૂંટણી ખર્ચ નીરીક્ષકોના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

929
gandhi21112017-6.jpg

ગાંધીનગર જિલ્લામાં નિમાયેલા બે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સર્વ રાકેશ રંજન અને આર.મુરલીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલ અને ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ અધિકારી દેવાંગ દેસાઇએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની પાંચ બેઠકો માટે અમલમાં મૂકેલા મેનેજમેન્ટ પ્લાનની પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીનગર જિલ્લામાં ભયમુક્ત, શાંતીપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે પોલીંગ સ્ટેશન, તાલીમ, જિલ્લાના ગામો, મહેસૂલી ગામો, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલ મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, ફલાઇંગ સ્કવોર્ડ, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ સહિતની વિસ્તૃત વિગતો અને ચૂંટણીઓની તૈયારીઓથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીઓને વાકેફ કર્યા હતા.
ગાંધીનગર(દ) અને દહેગામના ચૂંટણી ખર્ચ નિરીક્ષક રાકેશ રંજન તથા ગાંધીનગર(ઉ), કલોલ અને માણસા વિધાનસભા બેઠકોના ચૂંટણી ખર્ચ નિરીક્ષક આર.મુરલીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મેનેજમેન્ટ પ્લાન નિહાળી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ અધિકારીઓને સૌ સાથે મળી લોકશાહીના પર્વને ઉજાગર કરી વધુ મતદાન થાય તે માટે અને કોઇપણ મુશ્કેલી હોય તો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં નિમાયેલ બે ચૂંટણી નિરીક્ષકો જિલ્લા સેવા સદન ગાંધીનગર ખાતે આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલ તથા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇએ સ્વાગત કરી આવકાર્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એચ.એમ.જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઠક્કર, ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ એક્સાઇઝ અને બેંક સહિતના અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleશક્તિસિંહ ગોહિલ આજે ઉમેદવારીપત્ર ભરશે
Next articleગાંધીનગર જિલ્લાના બે ચૂંટણીખર્ચ નિરીક્ષકોએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી