સરકારી વિનયન કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગરના કોલેજ સ્ટાફ દ્વારા ગાંધીનગરમાં સેક્ટર-૬ માં આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. નવા વર્ષની શરૂઆતમાં લોકો માતા પિતા અને વડીલો આશીર્વાદ લેતા હોય છે. આવા સમયે કોલેજના સ્ટાફ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોને મીઠાઇ, ફરસાણ શરબત પીવડાવમાં આવેલ. વડીલો સાથે વાતચિત કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો.