રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૯મી જુલાઈના રોજ યોજાયેલી ટાટ પરીક્ષાનું હિન્દી વિષય સેટ-૫ નું પ્રશ્નપત્ર લીક થતાં રાજયભરમાં ચકચાર મચી હતી. આ પેપર લીક પ્રકરણે રાજય પરીક્ષા બોર્ડના સચિવ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરીયાદના આધારે આ કેસની તપાસ જિલ્લા એલસીબીને સોંપાઈ હતી. આખરે અરવલ્લી પોલીસે આ પેપરલીક પ્રકરણે કસૂરવાર ૩ પરપ્રાંતીય આરોપીઓને ઝડપ્યા હતા. અને આ આરોપીઓનો કબ્જો મેળવી આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સૌપ્રથમવાર ૨૯મી જુલાઈના રોજ રાજયભરમાં શિક્ષક અભિરૃચી કસોટી યોજાઈ હતી.
પરંતુ નિદ્યારીત સમયે પરીક્ષાનો પ્રારંભ થાય તેની ૪૫ મીનીટ પહેલાં જ હિન્દી વિષય સેટ-૫ નું પ્રશ્નપત્ર સોશીયલ મીડીયાના વોટસઅપ ગુ્રપમાં લીક થઈ ગયું હતું.
આ પેપર લીક પ્રકરણે ગાંધીનગરના મહિપાલસિંહ રાઠોડ ના ઓએ રાજય પરીક્ષા બોર્ડમાં કરેલ ફરીયાદના પગલે આ પેપર લીક પ્રકરણની સઘન તપાસ અરવલ્લી જિલ્લાના બાહોશ ડીપીઈઓ ર્ડા.એ.કે.મોઢપટેલને સોંપાઈ હતી. આ અધિકારીની તપાસ દરમ્યાન પરીક્ષાના દિવસે જ બોટાદ જિલ્લાના ગઠડીયા ગામના રસિકભાઈ સુળજાના મોબાઈલ ફોન ઉપર આ પ્રશ્નપત્ર ૧૦.૨૫ કલાકે મોરબી જિલ્લાના રવાપર ગામના ભાવેશ ઉર્ફે ભાયલાલ ભાઈ શાંતીભાઈ સુળીયા દ્વારા મોકલાવાયું હોવાનું જણાઈ આવતાં રાજય પરીક્ષા બોર્ડના સચીવ ડી.આર. સરડવા દ્વારા આરોપી ભાવેશ ઉર્ફે ભાયલાલભાઈ વિરૃધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.બ
રાજયભરમાં ચકચાર મચાવનાર ટાટ પેપર લીક પ્રકરણે કસૂરવારોને જબ્બે કરવા આ કેસની તપાસ અરવલ્લી જિલ્લા ડીએસપી મયુર પાટીલને સોંપાતાં જ જિલ્લા એલસીબી પોલીસે તપાસની બાગદોર સંભાળી લીધી હતી..
જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એન.કે. રબારી,પેરોલ ફર્લો સ્કવોર્ડના પોસઈ કે.ડી.બ્રહ્મભટ્ટ અને એલસીબી પોસઈ કે.એસ.સીસોદીયા સહિતની ટીમે આરોપી ભાવેશને ઝડપી હાથ ધરેલ તપાસ દરમ્યાન આ કેસમાં કસૂરવાર જણાયેલ ત્રણ પરપ્રાંતીય આરોપીઓને નુસકર(નોયડા)ની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી લીધા હતા.
અરવલ્લી પોલીસે કબ્જે લીધેલા આરોપી સંજીત ઉર્ફે બહરા દૈયા,નવીન મલીક અને વિક્રાંત કુન્ડું ને હવાલાતે કરી આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ,એજન્સીઓને જબ્બે કરવા આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી.
અરવલ્લી જિલ્લા પોલીસે હાથ ધરેલી તપાસમાં ટાટ પેપર લીક પ્રકરણમાં કસૂરવાર જણાયેલ ત્રણેય આરોપીઓ નુસકર(નોયડા) ની સબજેલમાં કેદ હોવાનું જણાઈ આવ્યું હતું.આ ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ગૌતમ બુધ્ધનગર-ઉત્તર પ્રદેશ ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનામાં ઈપીકો કલમ તથા આઈટી એકટ કલમ ૬૬ મુજબનો ગુનો નોંધાતાં તેઓની અટકાયત કરાયેલી હતી.