બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવાવર્ષ પ્રારંભે સૌ પ્રથમ સહકારી ક્ષેત્રનાં આગેવાનોનુ સ્નેહમિલન સમારોહ યોજાયો રાણપુરની નારેચણીયા સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમા હાજર રહેલા ખેડુતો અને સહકારી આગેવાનો અને મહેમાનોનુ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ખેડુતો અને આગેવાનોને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અંગેનુ ફિલ્મ બતાવવામાં આવ્યુ હતુ અને સરકારના અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓની સચોટ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમા રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ બી દવે, વાઇસ ચેરમેન બાબુભાઈ વી ખાચર, ઇ.સેક્રેટરી ચંદુભા એસ પરમાર, કિશોરભાઈ ધાંધલ, હરેશભાઈ જાંબુકીયા, ભરતસિંહ ડોડીયા, મુકુંદભાઈ વઢવાણા, ડો.ધરાબેન ત્રિવેદી, રાણપુર વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા, પ્રકાસભાઈ સોની, રાણપુર તાલુકાના મંડળીઓના ચેરમેન સહીત અનેક ખેડુતો,આગેવાનો હાજર રહ્યા હતા.