ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કુ. મકવાણા શિલ્પા જગદીશભાઈએ તાજેતરમાં યુનિ.ના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ એથ્લેટિકસની સ્પર્ધામાં ૪૦૦ મી. વિધ્ન દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુ.મકવાણા શિલ્પા જગીશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.