દામનગર શહેરની સરદાર નંદીશાળાની મુલાકાતે જીવદયા પ્રેમી ભુરખીયા ટ્રસ્ટની પ્રમુખ દુષયનભાઈ પારેખ અને સુધીરભાઈ પારેખ અને સુધીરભાઈ પારેખ ટ્રસ્ટી અમરશીભાઇ પરમાર સહિતના અગ્રણીઓએ દામનગર ખાતે ઢસા રોડ પર ચાલતી સરદાર નંદીશાળાની મુલાકાત લીધી અબોલ જીવ ૨૨૫થી વધુ બળદોની સેવા કરતી સંસ્થાની સેવાથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.
જીવદયા પ્રેમી દુષયનભાઈ પારેખ સહિત ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા લાઠી તાલુકા સહિત રચનાત્મક પ્રવૃત્તિ કરતી અનેકો સંસ્થાઓની મુલાકત લીધી હતી જીવદયા આરોગ્ય શિક્ષણના કાર્યો કરતી સંસ્થાઓ નિહાળી હતી આ તકે સરદાર નંદીશાળાના સ્વંયમ સેવકો મનસુખભાઇ નારોલા ધીરુભાઈ આસોદરિયા અરજણભાઈ કાસોદરિયા હિંમતભાઈ આસોદરિયા મહેશભાઈ સિદ્ધપરા મધુભાઈ નારોલા વગેરે દ્વારા જીવદયા પ્રેમી પારેખ પરિવાર સહિત ભુરખીયાના અગ્રણી અમરશીભાઇ પરમાર સહિતના મહેમાનોનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.