મહુવામાં ઇદે મિલાદનું  શાનદાર જુલૂસ નીકળ્યું  સમસ્ત મુસ્લિમ સમાજ સાથે જોડાયો

739

ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી હજરત મહંમદ સાહેબના જશ્ને વિલાદત ( જન્મ દિવસ )ના મૌકા પર મહુવા મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલૂસનું આયોજન ફાતેમા સોસયટી ખાતેથી કરવામા આવ્યું હતું જેમા બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા અને અવનવા ફ્લોટ તેમજ ઊંટ બગી સહિતની સવારી સાથે  જુલૂસ બસસ્ટેન્ડ .જી ઈ બી .હોટલ હેવન .પાસેથી પસાર થઈને નૂતન નગર મસ્જીદે મૌલા અલી શેરે ખુદા પાસે પહોંચ્યું હતું

જેમા શિયા ખોજા જમાત દ્વારા નવકાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ જીઈબી સામે રખવામા આવ્યો હતો તેમા ૧૧૪ બોટલ લોહી એકત્રિત કરાયું હતું અને ઠેર ઠેર ચા પાણિ ઠંડા પીણા અને નાસ્તા ના સ્ટોલ પર ન્યાજ તક્સીમ કરાઇ હતી આ જુલૂસ મા સંત પૂ .મોરારી બાપુ તેમજ ખોજા શિયા જમાત ના મૌલવી સાહેબ પણ બસ સ્ટેન્ડ પાસેથી જુલૂસમા જોડાયા હતા અને મહુવામા કાયમ માટે ભાઇ ચારો અને રાષ્ટ ભાવના સાથે દરેક તહેવારની ઉજવણી થાઈ તેવી દુવા ઓ કરી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ ભાઇ બામ્બૂસા દ્વારા સમાજમા રહેલ અકીદાઓને પર આવીને એક સ્ટેજ પર આવવા હાકલ કરાઈ હતી અને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ પૂર્વ માહોલમા ખુશાલી સાથે જુલૂસની ઉજવણી કરાઈ હતી.

Previous articleદામનગર ખાતે નંદી શાળાની મુલાકાત લેતા જીવદયા પ્રેમી
Next articleરાજુલાના આદસંગ ધામે ઉદાસી સંત પ્રેમદાસબાપુની ૭૬મી નિર્વાણતિથી ઉજવાશે