રાજુલા નજીક અને સાવરકુંડલા તાલુકાના આદસંગ ધામ સમર્થ્ સંત શિરોમણી ઉદાસી સંત પૂજય પ્રેમદાસબાપુની ૭૬મી નિર્વાણ તિથી ધામધુમથી ઉજવાશે. તા. ૪-૧ર-ર૦૧૮ને મંગળવારે જેમાં સવારે ૯ કલાકે સમાધી પુંજન મહાઆરતી બોપરે ૩ ગામ ઉપરાંત પુજય પ્રેમદાસ બાપુનો દેશ અને પરદેશમાંથી હજારોની સંખ્યામાં સેવક સમાજ તેમજ ધર્મ પ્રેમી જનતાનો મહાસાગર ઉભરાશે.
લાખો રૂપિયાનો ખર્ચ કરવો હોય અને બાપુની નિર્વાણ તિથી ઉજવાવવાનો ભાવ જાગ્યો હોય પણ આજે તારીખ લખાવો તો ૧પ વર્ષે વારો આવે તેટલો ઉદાસી બાપુનો સેવક સમાજ આદસંગ બન્ને ગામ, ઘનશ્યામનગર સમુહ ખેતી તેમજ રાજુલાથી અમેરિકા દુબઈ, ઈંગ્લેન્ડ સુધી બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિઓના લોકોનો સેવક સમાજ હોય અને તેમાં ઉદાસી આશ્રમના ટ્રસ્ટી માજી ધારાસભ્ય અને ઉદાસી બાપુના મુખ્ય સેવક સ્વ. ભગવાનભાઈ કાનજીભાઈના પરિવારના હાલના ટ્રસ્ટી દુકભાઈ ભગવાનભાઈ પટેલ, જીતુભાઈ પટેલ તેમજ માજી સરપંચ દાદભાઈ પડગીર સ્વ. કથુભાઈ ચાંદુનો પરિવાર તેમજ ઉપલા આદસંગ નીચેના આદસંગના કાઠી ક્ષત્રીઓ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, ભરવાડ સમાજ, બાબર સમાજથી લઈ મોચી સમાજના અગ્રણી માસ્તર પુનાભાઈ વાઢેરના પરિવારના તાલુકા વીકાસ અધિકારી કે.પી.વાઢેર સહિત હજારોની સંખ્યામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલાથી લઈ સમસ્ત બારોટ સમાજમાં ભાવનગર મહુવા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, ગીર સોમનાથથી લઈ ઉત્તર ગુજરાતનો બારોટ સમાજની હાજરીર હેશે. આ વખતે પુજય સમર્થ સંત ઉદાસી પ્રેમદાસ બાપુની ૭૬મી નિર્વાણ તિથી ઉજવવાનો લાભ મહુવાથી રીટાયર્ડ એસઓજી પોલીસ જમાદાર ઘનશ્યામભાઈ હાદાભાઈ બારોટ તેમજ પિતા સ્વ. હાદાભાઈ ચકુભાઈના સમર્ણાથે પુજય ઉદાસીબાપુની નિર્વાણતિથી ૭૬મી ઉઝવવાનો લાભ લેશે જે મુખ્ય આયોજકનો લાભ મળવાથી સમસ્ત બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. અને જેમાં વિશેષ મુખ્ય અતિથિ વહીવંચા બારોટ સમાજની અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ (પરમેશ્વર જી. બ્રહ્મભટ્ટ વહીવંચા બારોટ) તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજીવ રાવ બારોટ, ગુજરાત પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ, યુવા પ્રકોષ્ઠ પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ બારોટ સહિત વંશાવલી સંસ્થાના દરેક જીલ્લા ગીર સોમનાથ સુધીના પધારશે તેમજ ધર્મ જાગરણ રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ સંયોજક દેવેન્દ્રભાઈ દવે તેમજ પ્રદેશ વિસ્તારક કપીલભાઈ સહિતથી લઈ મુંબઈથી વિષ્ણુભાઈ બારોટની હાજરીર હેશે. તેમજ રાત્રે દિવ્ય સંતવાણી કાર્યક્રમમાં વિશ્વ પ્રસિધ્ધ ભજન સમ્રાટ લક્ષ્મણબાપુ બારોટ, અરવિંદ બારોટ, ભજન આરાધક બિરજુ બારોટ, શેલેશ મહારાજ અને ખ્યાતનામ ધર્મેશ બારોટ પધારી સંતવાણીના સંત ભક્તીનો સુરોની જમાવટ થશે તેમજ લોક સાહિત્યકાર મેરાણભાઈ ગઢવી તેમજ આગવી શૈલીમાં પૂજય પ્રેમદાસબાપુના પ્રસંગો ઉજાગર કરશે તેમજ આમંત્રીત ખ્યાતનામ ગુલાબદાન બારોટ તેમજ રાજકોટ ભગવતી આશ્રમના મહંત શાંતિદાસબાપુ તેમજ સારવકુંડલા બારોટ સમાજના સંત પ્રવિણનાથ બાપુ સહિત સંતો મહંતો પધારશે.