વલ્લભીપુર નગરપાલિકા દ્વારા વિકાસ વેગ વંનતો બનાવી રહ્યા હોય અને શહેરના લોકોને વિવિધ સુવિધા અને સુખાકારીને લગતા કાર્ય ુપાલીકા તંત્ર કરી રહ્યુ છે. ત્ચારે હાલમાં વલ્લભીપુરના લોકોને તેમજ ખાસ મહિલાઓને ખુબ ઉપયોગી બની રહે તે માટે શહેરની મધ્યમ જુની નગરપાલિકા કચેરી ખાતે નાગરીક સુવિધા કેન્દ્ર ચાલુ કરેલ છે.
વલ્લભીપુર નગરપાલિકા દ્વારા શહેરના નાગરીકો પોતાની જાહેર સુવિધાને લગતી ફરીયાદો નોંધાવી શકે તથા નગરપાલિકાનો વેરો અને વ્યવસાય વેરો ભરવા જેવી બાબતો માટે શહેરીજનોને છેક ઓફિસ સુધી આવવુ ન પડે તે માટે વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ તથા ચિફ ઓફિસર દ્વારા લોકોની સુખાકારી માટે વલ્લભીપુર શહેરની મધ્યમાં નાગરિક સુવિધા કેન્દ્ર જુની નગરપાલીકા કચેરી ટાવરચોકમાં ચાલુ કરવામાં આવેલ છે જેને લઈ વૃધ્ધ લોકો મહિલાઓને ખુબજ ઉપયોગી બની રહેશે જે આ સુવિધા કેન્દ્રમાં તમામ પ્રકારની પાલીકા તંત્રને લગતી ફરિયાદો તથા અન્ય કામગીરી વગેરે સુવિધા મળી રહેશે. નગરપાલિકા દ્વારા આ નાગરીક સુવિધા કેન્દ્ર ચાલુ કરેલ જેથી લોક ઉપયોગી અને પાલીકા તંત્રને લગતી કામગીરી ખુબજ ઝડપી થશે જે એક જોતા વલ્લભીપુર શહેરનો વિકાસ વધી રહ્યો હોય વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ જયાબા ચાવડા તથા ચિફ ઓફિસર યોગેશ ગણાત્રા દ્વારા વલ્લભીપુરના નગરજનોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતા જણાવવામાં આવેલ હતું કે વલ્લભીપુર શહેરના ચૂંટાયેલા સભ્યો વહીવટી પાંખ ટુંક સમયમાં જ વલ્લભીપુર શહેરની સ્વચ્છતા જાહેર આરોગ્ય અને પાણી ગટરની સુવિધાઓને અંગે મહત્વની અને લોકભોગ્ય કામગીરી કરવા જઈ રહ્યા છે.