ભાજપે આજે તેના વધુ ૨૮ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે બહુ મોટાં આશ્ચર્ય જોવા મળ્યાં. ભાજપ આ વખતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલની ટિકિટ કાપી નાંખશે તેવું મનાતું હતું પણ તેના બદલે ભાજપે બંનેની બેઠકો બદલી છે.
રમણલાલને વોરાને ઇડરના બદલે દસાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે પૂનમ મકવાણાની ટિકીટ કપાઇ ગઈ છે.
પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલને બોટાદથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ અગાઉ અકોટા સીટ પરથી જીત્યા હતા. તેમને બોટાદથી લડાવાતાં કે.ડી. માણીયાનું પત્તુ કપાયું છે.
આ યાદીમાં ૨૬ એવા ઉમેદવારો છે જેમનું પત્તુ કાપવામાં આવ્યું છે.
આ યાદી પ્રમાણે ૬ એવી બેઠક છે જ્યાં ભાજપ વિજયી થયું હતું ત્યાં જૂના ઉમેદવારને રીપિટ નહીં કરીને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
આવી બેઠકમાં નરોડા, ચોટીલા, માતર, ડભોઇ, સુરત પૂર્વ, ગણદેવી છે. જ્યાં નવા ચેહરાઓને તક આપવામાં આવી છે. જ્યારે ૨૦ બેઠક એવી છે જ્યાં ભાજપનો પરાજય થયો હતો, આ બેઠકો પર જૂના ઉમેદવારો પર દાવ નહીં ખેલીને ભાજપે નવા ઉમેદવારો ઉભા રાખ્યા છે.