ભાવનગર મહાપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો હવે ધીમે ધીમે પ્રજાલક્ષી કામો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. એના કારણમાં એમ પણ કેવાય કે આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી દેખા દઈ રહી છે. પરિણામે સેવા સદનમાં સેવકોની હાજરી ઓછી છતા રોડ, રસ્તાના અને ઘણા સમય પહેલા થઈ ગયેલા વિકાસ કામોના ખાતમુર્હુતોના અધુરા પડેલ કામો પણ સેવકોની નજરમાં આવી રહ્યા છે. સાથે ખોટી રીતે થતા કામો અટકાવી દેવા પણ સેવાકો મેદાને આવી રહ્યા છે.
તેમાં તાજેતરમાં વાધાવાડી રોડ પર રોડ રસ્તાનું કામ જાગૃત નગરસેવકો અને આરોગ્ય કમિટિના ચેરમેન રાજુભાઈ રાખડીયાએ અટકાવી દેતા આ વાત બીજા નગરસેવકોના ધ્યાને મુંકાય રહી છે.
આમ તો રાજુભાઈ રબાડીયા પ્રજાલક્ષી કામના તંત્રને પત્રો લખીને રજુઆત કરવામાં ભાજપના નગરસેવકોમાં તેમનો નંબર પ્રથમ ક્રમે રહે છે. જો કે તેમના કાગળોથી તંત્રના આધિકારીઓ નારાજગી દેખાડતા હોવાની છાપ રાબડીયા ધરાવે છે.
આરોગ્ય કમિટિના ચેરમેન તરીકે તેઓની કામગીરીમાં રાઉન્ડો સેવા સ્થળ મુલાકાત લઈ તંત્રના જવાબદાર અધિકારીઓને ન થતા કામોની રજુઆતો કરવી આવા રા.ન્ડો જીત મુલાકાતોની વાતો બહાર આવતા પાર્ટીઓ પણ તતેનો ખખડાટ થવા લાગતા રાજુભાઈએ ઘણા સમયથી પત્રો લખવાનું ટાળ્યું પણ ચેરમેન તરિકેની તેમની સક્રિય ભુમિકાથી નિષ્ક્રિય બન્યા આ વાત ખુદ તેમની સાથી નગરસેવકો પણ કબુલી રહ્યા છે.
બને છે એવું કે કેટલીક વખત તો આરોગ્ય એટલે સોલીડ વેસ્ટ તંત્ર પણ ઘણી ખરી મીટીંગો વિગેરે કાર્યોથી રાજુભાઈને અજાણ રાખતા તેઓ દ્વારા કેટલીક વખત મીટીંગ અંગે સામેથી પૂછવાનું પણ રાખે છે. આમ વોર્ડમાં તેમની નગરસેવકની કામગીરીમાં પણ ધીમા પડતા હોવાની વાત કેવાય છે. રાબડીયા હવે સામે ચાલીને એવી વાત કહે છે કે હવે મે આરોગ્યની ઘણી ખરી કામગીરી ઉપડી છે. આવી વાત પછી તેઓ મને ક મને થોડા સક્રિય બનવાનો ધીમો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક કારણો પૈકી તેઓ અગાઉ મેયરપદના ઉમેદવાર હતી. આ અપેક્ષા તેઓએ જીતુભાઈ અને માંડવીયાના તેમના નજીકના સંબંધોને લઈને રાખેલી આ પદે તેઓ દંડક હતા ત્યારથી કેટલુંક પ્લાનિંગ પણ કરતા રહ્યા હતાં. જો કે નેતા અને દંડકની હોદ્દા માટેની ભારે દોડધામમાં યુવરાજસિંહ મેયરને બદલે કારોબારી ચેરમેન બની ગયા અને દંડક વગ હોવા છતાં પાછળ રહી ગયાની કેટલી વાતો હજી ભાજપ સેવકોમાંથી જાણવા મળે છે.