શહેરના જાણીતા તબીબ માલતીબેન મહેતાના કાળુભા રોડ સ્થીત નિવાસ સ્થાને ગતરાત્રીના તેના ચોકીદારની હત્યા કરી ઘરમાંથી રોકડ, દાગીના, કાર સહિતની ચોરી કરી ગયાની મૃતક ચોકીદારના પુત્ર હિરેન વિનુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં તપાસ દરમ્યાન પોલીસને મહત્વના કરી શકાય તેવા કારના સીસીટીવીના ફુટેજ મળ્યા હોવાનું જણાવાયું છે.
ડો. માલતીબેન મહેતાનો પરિવાર હરિદ્વાર દર્શને ગયો છે. અને તેના બંગલાની દેખરેખ રાખવા માટે કાળીયાબીડ ખાતે રહેતા વિનુભાઈ પરમારને સોંપીને ગયા હતાં. દરમયાન ગતરાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ તબીબના ઘરમાં પ્રવેશી ચોકીદાર વિનુભાઈને દોરડાથી બાંધી ગળેટુંપો આપી હત્યા કરી ઘરમાંથી તિજોરી ખોલી રોકડ, દાગીના તેમજ કારની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છુટયાનો બનાવ બન્યાની હિરને પરમારની ફરિયાદ નોંધાવી પોલીસે અલગ-અલગ ટીમોબ નાવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. જેમાં અલગ-અલગ સીટીવી ફુટેજ એક કરતા તેમાં કારના ફુટેજ મળી આવ્યા હતા અને જવેલ્સ સર્કલ તરફ કાર જતી હોવાનું જાણવા મળેલ હોય પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે પોલીસને એક અજાણી કારની બાતમી મળતા તે તરફ પણ તપાસ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસને પડકાર ફેંકતી આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરતી હોય અને વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલાઈ જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.