શહેરમાં આજે ગુરૂનાનક દેવની પ૪૯મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. રસાલા કેમ્પ, સિંધુનગર, આનંદનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વારાઓમાં અખંડ પાઠ સાહેબ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો ભાવિકો જોડાયા હતાં.
ભાવનગર શહેરના રસાલાકેમ્પ, સિંધુનગર, આનંદનગર, ગાયત્રીનગર, નારી સહિત વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વારોમાં આજે શીખ અને સિંધી સમાજના આરાધ્ય ગુરૂનાનક દેવની પ૪૯મી જન્મ જયંતિની આનંદર અને ઉલ્લાસભેર કરવામાં આવી હતી. સવારથી ગુરૂદ્વારાઓમાં ભજન-કિર્તન, પાઠ સાહેબ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં પુજન – અર્ચન અને દૃશનજો લાભ ભાવિકોએ લીધો હતો. બપોર બાદ રસાલા કૈમ્પ ગુરૂદ્વારા ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે રાધામંદિર, સહકારી હાટ, આતાભાઈ ટોડ, સિંધુનગર, સરદારનગર, રૂપાણી, ઘોઘાસર્કલ, રબ્બર ફેકટરી સર્કલ થીઈ ગુરૂનાનક ગુરૂ દ્વારા ખાતે પરત ફરી હતી. પંજ જયારે સહિત શોભાયાત્રાનું આકર્ષણ રહેલ. શોભાયાત્રામાં શીપ તથા સિંધી સમાજમાં હજારો ભાઈઓ-બહેનો જોડાયા હતાં.
બપોરના સમયે ગુરૂ દ્વારા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ચક્રધારી યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું પણ રસાલા કેમપ ખાતે આયોજન કરાયેલ જેની રાજકિય આગેવાનોએ મુલાકાત લઈને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા સિંધી સમાજના આગેવાનો તથા યુવાનોએ જહેમત ઉઠાવી હતી.