પાક નિષ્ફળ જવાના ભયથી રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત

691

જૂનાગઢ જિલ્લાના વંછલી તાલુકના આખા ગામના ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. બોદુભાઈ દલ નામના ખેડૂતે સેલફોર્સના ટિકડા ખાઈને પોતાનો જીવન ટુંકાવ્યુ છે. એક બાજુ પાક નિષ્ફળ ગયો અને બેંકનું દેવું પણ વધી ગયું હતું જેને લઈને કંટાણીને તેમણે આખરે આ પગલું ભર્યું હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું હતું. તેમજ સાથે સાથે તેમની દીકરીના લગ્નની જવાબદારી પણ આવી ગઈ હતી. પૈસાના અભાવે દીકરીના સારી રીતે લગ્ન નહી કરી શકે તેવી ચિંતામાં પણ તેમણે આ પગલું ભર્યુ છે. ત્યારે સમગ્ર ઘટનાનમાં પોલીસે પરિવારનું નિવેદન લઈને વઘુ તપાસ હાથ ધરી છે.

Previous articleમાણસાના આનંદી મા ના વડલામાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Next articleફ્‌લેટમાં લાગેલી આગમાં પતિ-પત્નીના મોત, બે પુત્રી-માતા સારવાર હેઠળ