ફ્‌લેટમાં લાગેલી આગમાં પતિ-પત્નીના મોત, બે પુત્રી-માતા સારવાર હેઠળ

618

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-૩ મ્ ફ્‌લેટમાં આવેલા મકાનમાં શુક્રવારે મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાં છે. ૬૪ નંબરના ફ્‌લેટમાં રહેતા અચલભાઈ શાહ તેમની પત્ની પ્રેમીલા શાહ, પુત્રી આરોહી, રિશીતા અને તેમની માતા સાથે રહેતા હતાં.

અચલભાઈ એક ખાનગી મીડિયામાં માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરતા હતાં. ગઈકાલે રાતે અચલભાઈનો પરિવાર ઘરમાં સૂતો હતો. તે દરમ્યાનમાં મોડી રાતે અઢી વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

આગના ધુમાડાથી ઘરના સભ્યો જાગી ગયા હતાં. પરંતુ ઘરમાં આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઇ હતી. ધુમાડાના કારણે ઘરના તમામ સભ્યો બેભાન થઈ ગયાં હતાં.  બીજી તરફ પાડોશીઓએ આગ પર સામાન્ય કાબુ મેળવ્યો હતો.

ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે આવી આગને કાબુમાં લીધી હતી. પાંચેય વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અચલભાઈ અને તેમના પત્ની પ્રેમીલાબેનનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેમની માતાની હાલત ગંભીર છે. આનંદનગર પોલીસે આગનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Previous articleપાક નિષ્ફળ જવાના ભયથી રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત
Next articleભાજપ એ કાવતરાખોર પાર્ટી છે, ત્રિભેટે ઉભો છું પરંતુ ભાજપનો રસ્તો બંધ : શંકરસિંહ વાઘેલા