ભાજપ એ કાવતરાખોર પાર્ટી છે, ત્રિભેટે ઉભો છું પરંતુ ભાજપનો રસ્તો બંધ : શંકરસિંહ વાઘેલા

1117

મારા પચાસ વર્ષના જાહેર જીવનમાં ૨૫ વર્ષ ભાજપમાં રહ્યો છું. ભાજપ કાવતરાખોર પાર્ટી છે, સત્તા મળે તો બધુ હડપ કરવાની લાલચ છે. પાર્ટી ટુ પાર્ટી મેચ ફિક્સિંગ થાય એ અહીં દુખ આપે છે. હદયમાં દુખ આપે છે. તમે ભાજપમાં હોવ તો ભાજપમાં રહો કોંગ્રેસમાં રહો તો કોંગ્રેસમાં જ રહો… ન ફાવે તો પાર્ટી છોડી દો. મુખ્યમંત્રી તરીકે અને કેન્દ્રીય મંત્રી એમ ૬ વર્ષ જાહેર પ્રજા માટે જીવ્યો છું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે એક પણ રૂપિયો લીધો નથી. જો લીધા હોય તો પાર્ટી માટે જ લીધું છે. ગુજરાત અઢી લાખ કરોડ ના દેવામાં આવી ગયું છે. પાપ છુપાવવા સીબીઆઈનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે.

શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનું નામ લીધા વિના તેમને આડે લીધા હતા. આ રાજ્યને સરકારની જરૂર નથી. સી.બી.આઈ નું પાપ પી.ઓ.એમ પર આવ્યું છે. ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે. આ વિકાસશીલ રાજ્ય છે. ૨૦૦૨થી આ રાજ્યને દશા બેઠી છે.

સરદાર પટેલની પ્રતિમામાં આઠ દસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તે બિન ઉત્પાદન કરવામાં આવ્યો.

ગુજરાતમાં આપધાતની પદ્ધતિ ન હતી. હમણાં સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં ૧૦-૧૨ લોકોએ આપઘાત કર્યો. ખેડૂત મગફળીમાં માટી ભેળવે નહી. સહકારી માળખાને ન તોડો. આ ડેરી વ્યક્તિગત માલિકી નથી સહકારી છે. તેને દૂધ ઉત્પાદકને પૈસા આપવાના જે ભાવ ફરક હોય તે આપો.

ખેડૂતની વાડી લીલી કરવી હોય તો પાણી એમના ખેતરમાં આપો, કરકસર ન કરો. ખેડૂતોના પડખે જરૂર પડે હું કચ્છ જઇએ. પાણી નહીં આપે કેનાલ તોડવા પણ પ્રયાસ કરીશ. સૌથી વધુ દુખી ટ્રાયબલ પટ્ટી છે. ૫૦ લાખથી વધુ બેકારો છે તમે સાચો આંકડો જોશો તો ૭૦ લાખ ઉપર જશે. તમે કેટલા લોકોને નોકરી આપી. આજે હું તમને જાહેર કહું છું ૧૨ મહિનામાં ૫ લાખ લોકોને રોજગારી આપવીએ ડાબા હાથનું કામ છે. ૫ વર્ષમાં ૪૦ થી ૫૦ લાખ લોકોને રોટલો આપી શકાય, નોકરી આપી શકાય. આટલું સક્ષમ છે ગુજરાત. તમે આટલા બધા ટેક્સના રૂપિયા લઇને પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને સરકારીની તિજોરીમાં જે રૂપિયા ભરો છો. એ રૂપિયા બેકારોને આપો, બેકારોને નોકરી આપો. તમારી નોકરી આપવાની દાનત નથી, દાનત હોય તો ઇચ્છાશક્તિ નથી અને તે પણ ન હોય તો તમારી સમજણ નથી. એવામાં બેકારોનો કોઇએ તો પક્ષ લેવો પડશે.

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્‌યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ખાસ સ્થાન ધરાવતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ ગાંધીગનર ખાતે સ્નેહમિલનનું આયોજન કરતા રાજકારણમાં વિવિધ ચર્ચાનો દોર શરૂ થયો હતો.

Previous articleફ્‌લેટમાં લાગેલી આગમાં પતિ-પત્નીના મોત, બે પુત્રી-માતા સારવાર હેઠળ
Next articleમહેસાણા : એરપોર્ટમાં વિમાન રન-પે પરથી દિવાલ સાથે ટકરાયું