રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી

940

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે. આ પોલિસીને આખરી કરતા પહેલા  મુખ્ય મંત્રીએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે

ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ. મુખ્ય સચિવ ડો. જે એન સિંહ તેમજ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચિવ મનોજકુમાર દાસ,  ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઓ આ બેઠકમાં જોડાયા હતા.

Previous articleધંધુકાના ભૂતપૂર્વ ધારાસભ્ય લાલજી મેરે રાજીનામું આપ્યું
Next articleએન્જિ. પરીક્ષામાંથી MCQની બાદબાકી