૩૧ ડિસેમ્બર સુધીમાં જીએસટીનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું આવશ્યક

1661

ગૂડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના અમલ બાદ દેશમાં જીએસટી હેઠળ નોંધાયેલા ૧ કરોડથી વધારે કરદાતાઓએ પ્રથમ વખત જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. ગુજરાતના વેપારીઓ માટે પણ આ સૂચનાનું પાલન કરવાનું થાય છે.

જીએસટીના ગુજરાતના એક અધિકારીએ કહ્યું હતું કે જીએસટીમાં નોંધાયેલા તમામ વેપારીઓએ ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા આવશ્યક છે. રૂ.૨ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ઓડિટેડ રિટર્ન ફાઇલ કરવાનું છે અને તેના માટેની આખરી તારીખ પણ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે.

૧ જુલાઈ ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીના પ્રથમ વર્ષ માટે કરદાતાઓએ જીએસટી એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાનું છે. સરકારે રિટર્ન ભરવા માટેની માર્ગદર્શિકા આપી છે પરંતુ હજુ સુધી પોર્ટલ પર ફોર્મ ઉપલબ્ધ બન્યા નથી પરંતુ વેપારીઓએ રિટર્ન માટે જરૂરી વિગતો તૈયાર રાખવી આવશ્યક છે.

જીએસટીના વાર્ષિક રિટર્નમાં અનેક વિગતો માગવામાં આવી છે અને કરવેરા નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેપારીઓએ અત્યારથી જ આ વિગતો તૈયાર કરવી આવશ્યક છે કારણ કે જો તેઓ સમયસર આ વિગતો તેમના ટેક્સ પ્રેક્ટિશનરને નહીં આપે તો તેમણે છેલ્લી ઘડીએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Previous articleએન્જિ. પરીક્ષામાંથી MCQની બાદબાકી
Next articleસિતારામ મિત્ર મંડળ દ્વારા ભાગવત કથા