રાષ્ટ્રીય નેચરોપેથી-ડે નિમિત્તે અવેરનેસ કેમ્પનું આયોજન

787

જગદીશ્વર ફાઉન્ડેશન તથા ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના સંયુકત ઉપક્રમે આયુષ મંત્રાલય ભારત સરકાર તથા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ નેચરોપેથીના નિયત પ્રોટોકોલ મુજબ વિધીવત રીતે નેશનલ નેરોપેથી-ડેની ઉજવણી સરકાર દ્વારા હોસ્ટેલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જગદિશવરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. સુનિલ મહેતા થતા કૃષ્ણા શુકલા દ્વારા નેચરોપેથીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આરોગ્ય તથા જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું હતું. જેમાં ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા કાનજીભાઈ પટેલ તથા પૃથ્વિરાજસિંહે જહેમત ઉઠાવી હતી.

Previous articleનિરક્ષીર-જાહ્‌નવી વિમોચન
Next articleટેબલ ટેનીસમાં દક્ષિણામુર્તિ એકટીવીટી સેન્ટરનું ગૌરવ