ટેબલ ટેનિસમાં ભાવનગરનું નામ ખુબ જ આદર પુર્વક લેવાય છે. અને ભાવનગર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ક્ષેત્રમાં સારી એવી નામના પ્રાપ્ત કરી છે. ત્યારે દક્ષિણામુર્તિ એકટીવીટી સેન્ટરમાં ચાલતી ટેબલ ટેનીસ પ્રવૃત્તિમાં ધ્યેય ડી શાહ કે જેમણે વર્ષ ર૦૧૮ની છેલ્લી ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કેડેટ બોયરામાં ફાઈનલ રમી પોઈન્ટ ટેબલમાં ગુજરાત નંબર ૧નો ક્રમ જાળવી રાખેલ છે. ભાવનગરમાંથી એક માત્ર ધ્ય્ય ડી. શાહ કેડેટ બપોસ કેટેગરલીમાં ડિસેમ્બર ૧૪ થી ર૩ દરમ્યાન ચંદીગઢ ખાતે નેશનલમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધત્વ કરશે. જયારે દર્ષિત જોષી અને અક્ષન રાજયગુરૂ અન્ડર ૧૯ શાળાકીય રમોત્સવમાં રાજયકક્ષાએ ભાવનગરની ટીને સિલ્વર મેડળ મળેલ જેમાં બન્ને બાળકોનું મહત્વનું યોગદાન રહેલ તેમજ ૧૯ બહેનોમાં દીપા ભટ્ટએ ગોલ્ડ મેડલ અપાવેલ. સ્પોર્ટસ સ્કુલ ગેમ અન્ડર ૧૪ બટસમાં મન જોષીએ વ્યક્તિગત કેટેગરીમાં બ્રોન્જ મેડલ તથા ટીમ ઈવેન્ટમાં મન જોષીત થા સુજલ્ટ કુકડીયાએ ગુજરાત કક્ષાએ બ્રોન્જ મેડલ મેળવેલ છે અને સેન્ટરનું નામ રોશન કરેલ છે.