રાજકોટ ખાતે યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા બનેલ દોઢડ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજ વાડીના લોકાર્પણમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આમંત્રણ સ્વીકારતા બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજકોટ ખાતે આગામી ૧૪-૧ના ઉત્તરાયણના દિવસે રાજકોટ યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા બનાવેલ દોઢ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજવાડીના લોકાર્પણમાં પ્રથમ ચરણ મોરારીબાપુથી લઈ ગુજરાત રાજય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી તેમજ ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને આમંત્રણ આપવા ગયેલ રાજકોટ યુવા બારોટ સોશીયલ ગ્રુપના પ્રમુખ કનકભાઈ બારોટ ઉપપ્રમુખ મનોજભાઈ બારોટ ખ્યાતનામ લોક સાહિત્યકાર ગુલાબદાન બારોટ સહિત વહીવંચા બારોટ સમાજના આગેવાનો રૂબરૂ મુલાકાત લઈ આમંત્રણ અપાયું જેને કીબેનટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ ખુબ રજીયો વ્યકત કરી આમંત્રણ સ્વીકારતા સમસ્ત વહીવંચા બારોટ સમાજમાં ખુશીનો માહોલએ માટે સર્જાયો કે કનકભાઈ બારોટે વહીવંચા બારોટ સમાજમાં સૌપ્રથમ એક મહાસંગઠન માટે અંદરો અંદરના વાડા, ગોળ પ્રથા નાબુત કરવા પ્રથમ ચરણ અપનાવ્યું છે. તેમાં સમસ્ત વહીવંચા બારોટ સમાજને એક તાંતણે બાંધી સમાજના ઉત્કર્ષની કામો હાથ ધરાશે.