પૂર્વ વડાપ્રધાન અટલજીના પરિવારે તમામ સરકારી સુવિધાઓ ફગાવી

678

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને દિવંગત બીજેપી નેતા અટલ બિહારી વાજયેપીના પરિવારે કોઈપણ પ્રકારની સરકારી સુવિધાઓ લેવાથી ઈનકાર કરી દીધો છે. તેમના પરિવારનું કહેવું છે કે તે લોકો પોતાનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ છે અને સરકારી ખજાના પર વધારાનો બોજો નાખવા નથી ઈચ્છતા.

અટલની ફેમિલીમાં તેમની દત્તક પુત્રી નમિતા, જમાઈ રંજન ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકા સહિત કેટલાક અન્ય સદસ્યો શામેલ છે. મીડિયા રિપોટ્ર્‌સ મુજબ અટલના પરિવાજનોએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખીને પોતાના નિર્ણય વિશે જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે તેમને સરકાર તરફથી મળનારી સુવિધાઓની જરુર નથી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રીઓના પરિવારને મફત આવાસ, મફત ચિકિત્સા, સરકારી સ્ટાફ, પ્રાઈવેટ વિમાન ટિકીટ, ટ્રેનમાં ફ્રી યાત્રા અને એસપીજી સરક્ષા સહિત અન્ય સુવિધાઓ મળે છે.

જણાવી દઈએ કે વાજપેયીનો પરિવાર તેમની સાથે જ રાજધાની દિલ્હીના લુટિયંસ જોનના કૃષ્ણ મેનન માર્ગ પર સ્થિત સરકારી આવાસમાં રહેતો હતો. જોકે તેમણે આ આવાસ છોડીને જવાનો નિર્ણય કર્યો છે.

Previous articleકર્ણાટક : બસ નહેરમાં પડતા ૨૫થી વધુના મોત નિપજ્યા
Next articleઅયોધ્યામાં ધર્મસભાને લઈને ઉત્તેજના