અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદની સુચિત ધર્મસભાને લઇને સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. રામ મંદિર નિર્માણ માટે સંકલ્પ લેવા માટે બે લાખથી પણ વધારે લોકો પહોંચશે તેવો દાવો વિહિપ દ્વારા કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આના ભાગરૂપે અયોધ્યાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીસીટીવી અને ડ્રોન મારફતે સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યા અને નજીકના જિલ્લાની પોલીસ ઉપરાંત પીએસી પ્રાંતીય સશસ્ત્ર પોલીસ દળની મોટા પાયે તૈનાતી કરવામાં આવી છે. પીએસીની ૪૮ કંપની તૈનાત કરી દેવામાં આવી છે. ચારેબાજુ બ્લેક કમાન્ડો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. કેટલીક કલમો લાગુ કરી સ્થિતીને હળવી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ વિહિપ સમર્થકોની ભીડ વધી રહી છે તેમ તેમ સુરક્ષા દળમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અયોધ્યાને આઠ ઝોન અને ૧૬ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવન્યો છે. અયોધ્યામાં પીએસી દળની સંખ્યા ૨૦થી વધારીને ૪૮ કંપની કરી દેવામાં આવી છે. એસપી સ્તરના પાંચ અને અન્ય ઉપરના અધિકારીઓની ગોઠવણી કરી દેવામાં આવી છે. રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીને પણ મોકલી દેવામાં આવ્યા છે. તપસ્વી છાવણીના સંત સ્વામી પરમહંસે કહ્યુ છે કે જો છ ડિસેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી મંદિર ક્યારે બનાવાશે તે અંગે માહિતી નહીં આપે તો તેઓ આત્મહત્યા કરી લેશે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યુ છે કે કાનુન બનાવવામાં કેટલો સમય લાગે છે. રાષ્ટ્રપતિ ભવનથી લઇને ભાજપની સરકાર સુધી તમામ લોકો છે. રાજ્યસભામાં પણ એવા કેટલાક સાંસદ છે જે ંમંદિર નિર્માણ માટે ઉભા રહેશે. જે લોકો મંદિર માટે વિરોધ કરશે તેમને દેશમાં ફરવાની પણ તક મળી શકશે નહીં.અયોધ્યા અને ફૈઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અલબત્ત, ગુરૂવારના દિવસે કલમ ૧૪૪ લાગુ હોવા છતાં રોડ શોને રોકવામાં સફળતા મળી ન હતી. આ રોડ શોનું નેતૃત્વ બજરંગદળના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ રામલલ્લા પહોંચી રહ્યા છે. મંદિર બનાવવાની વાત કરી રહ્યા છે. વિહિપના નેતા ભોલેન્દ્રસિંહે કહ્યું છે કે અમે રામ જન્મભૂમિની લડાઈ લડવા માટે જઈ રહ્યા છીએ. વિહિપના રોડ શો એવા વિસ્તારમાંથી પસાર થશે જ્યાં મુસ્લિમ વિસ્તારો પણ છે અને મુસ્લિમોની સંખ્યા વધારે છે જેથી સુરક્ષા વધારવામાં આવી છે.
ફેઝાબાદ અને અયોધ્યામાં માહોલને ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બંને શહેરોના લોકોને દહેશત સતાવી રહી છે કે આવનાર દિવસોમાં સ્થિતી સામાન્ય રહેનાર નથી. જેથી હિન્દુ અને મુસ્લિમ બંને પરિવારો જરૂરી રેશનિંગની ચીજો ખરીદવા લાગી ગયા છે. જો હિંસાની સ્થિતીને ધ્યાનમાં લઇને અયોધ્યા અને ફેજાબાદને કિલ્લામાં ફેરવી દેવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને સામાન્ય લોકોનો ટેકો મેળવી લેવા માટે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં સીઆરપીએફની તૈનાતી કરવામાં આવી છે. અયોધ્યા અને ફેઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. પરંતુ ગુરૂવારે વિહીપને રોડ શો કરવાથી રોકવામાં તંત્રને સફળતા મળી ન હતી. વિવાદાસ્પદ સ્થળ પર વર્તમાન વ્યવસ્થા સાથે કોઈ ચેડાં ન થાય તે માટે કઠોર સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર સંબંધિત માહિતી એકત્રિત કરવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ રામજન્મ ભૂમિની અંદર અને બહાર વિશેષ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ફૈજાબાદમાં ડિવિઝનલ કમિશનર મનોજ સિંહાએ કહ્યું છે કે સંકુલની આસપાસ તેમને જવાને મંજુરી છે જે દર્શનના ઈરાદાથી જવા માટે ઈચ્છુક છે.અયોધ્યાની હલચલને લઇને કેન્દ્ર સરકાર પણ સાવધાન થયેલી છે. તેની સ્થિતી પર નજર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે વિવાદાસ્પદ સ્થળ પર વર્તમાન જે સ્થિતી છે તેની સાથે કોઇ ચેડા થવા જોઇએ નહીં. આવી સ્થિતીમાં યોગી સરકાર પર તમામ દબાણ વધી ગયુ છે. યોગી સરકાર સામે મોટી કસોટીનો સમય હવે આવી ગયો છે. લોકોના ધસારાને રોકવા માટે પણ પગલા લેવામાં આવ્યા છે.