જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત તેમની હરકતોને અંજામ આપી રહ્યા છે. શુક્રવારે અપહરણ કરાયેલા એક ભૂતપૂર્વ વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) બશારત અહમદ વાગેની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અપહરણ કર્યાના થોડા કલાકો બાદ બશારતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલા આતંકીઓએ ત્રણ વાગે સાથે જાહિદ અહમદ વાગે અને રિઝાઝ અહમદ વાગેનું અપહરણ કર્યું હતું. પણ પછી બન્નેને આતંકીઓએ મુકત કર્યા હતા.
આ વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદીઓએ બે અન્ય પોલીસ કર્મચારીઓની પણ હત્યા કરી હતી. પહેલા આતંકીઓએ બારામુલા જિલ્લાના સોપોર ટાઉનશિપમાં ઘરમાં પ્રવેશીને એક પોલીસકર્મીની હત્યા કરી. આતંકી શુક્રવાર મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લામાં શહેરની બહારના વિસ્તાર વારપોરામાં જાવેદ અહમદ લોનના ઘરે ઘૂસ્યા હતા. તેમણે તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અંતે તેઓ મૃત્યુ પામ્યા. અહમદ જમ્મુ અને કાશ્મીર પોલીસમાં વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) તરીકે કાર્યરત હતા.
ઓક્ટોબર મહિનામાં પીડીપી ધારાસભ્ય ઘરથી એકે -૪૭ રાઇફલ અને અન્ય હથિયાર લઇને ભાગેલો વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) આદિલ બશીર હવે હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી બન્યો છે. તે શિપીયામાં આ આતંકી સંગઠનમાં સામેલ થયો છે. તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી તે ખુલાસો થયો છે કે તે હવે હિઝબુલનો આતંકી છે. આ ફોટામાં તે હિઝબુલના ૪ આતંકવાદીઓ અને ચોરીના હથિયારો સાથે જોવા મળ્યો હતો.