મંદિર નિર્માણ મુદ્દે મોદીને ઉદ્ધવ ઠાકરેએ અંતે અલ્ટીમેટમ આપ્યું

784

રામ મંદિરના નિર્માણની માંગને લઈને અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલ્ટીમેટમ આપી દીધું છે. હવે મંદિરનું નિર્માણ ક્યારે થશે તેની તારીખ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે મંદિરનું નિર્માણ ક્યારે થશે તે અંગે હવે લોકો પ્રશ્ન કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું હતું કે મોદી સરકાર સંસદમાં વટહુકમ લાવશે તો શિવસેના સંપૂર્ણપણે સાથ આપશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ અહીં તારીખ પૂછવા માટે આવ્યા છે. વાજપેયીની સરકારમાં ઘણા બધા પક્ષો હતા પરંતુ મોદીની સરકાર વધારે શક્તિશાળી છે. અહીં પણ અમારા મિત્રોની સરકાર છે.

મંદિર બનાવવામાં આવશે પરંતુ તારીખ બતાવવામાં આવી રહી નથી. આ બાબતને હવે ચલાવી લેવાશે નહીં. અમારી કોઈની સાથે કોઈ લડાઈ નથી. અમને રામ મંદિરની તારીખ બતાવી દેવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ. બાકીની વાતો થતી રહેશે. પહેલા રામ મંદિર ક્યારે બનાવશો તેની તારીખ આપવા માટે કહેવામાં આવ્યું હતું. શિવસેનાના સંત સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ઠાકરેએ કહ્યું હતું કે તેઓ અહીં રાજનીતિ કરવા માટે આવ્યા નથી. તેઓ ઉંઘી ગયેલા કુંભકર્ણને જગાડવા માટે આવ્યા છે.

રામ મંદિર ઉપર હવે હિન્દુઓ શાંત રહેશે નહીં. તેમને રામ મંદિર માટે ક્રેડિટ લેવી નથી. મંદિર બનવાની સ્થિતિમાં રામ ભક્ત તરીકે દર્શન કરવા માટે પહોંચશે. કોર્ટના ચુકાદાથી પહેલા સરકાર કાનૂન બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી. જ્યારે તમામ લોકો સાથે આવશે ત્યારે વહેલીતકે મંદિર નિર્માણ થઈ શકશે.

મોદીની ૫૬ ઈંચની છાતીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મંદિર બનાવવા માટે હિંમત પણ જોઈએ છે. જો મંદિર બનાવવામાં સફળતા મળતી નથી તો શક્તિશાળી હોવાનો કોઈ મતલબ નથી. દરેક હિન્દુ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

જે વચન આપ્યું હતું તેને પાળવાની ફરજ છે. બહુમતી સરકાર હોવા છતાં આખરે મંદિર કેમ બની રહ્યું નથી તે બાબત મહત્વપૂર્ણ બની ગઈ છે. કોર્ટના ચુકાદાથી પહેલા સરકાર કાનૂન બનાવે તે ખૂબ જરૂરી છે. વટહુકમ લાવીને પણ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી શકે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે જ રામભક્તો અયોધ્યામાં પહોંચવામાં લાગી ગયા છે. શિવસેનાના હજારો કાર્યકરો પણ પહોંચ્યા છે. અયોધ્યામાં વધી ગયેલી હલચલ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. પોતાના પત્ની અને પુત્ર સાથે તેઓ પહોંચ્યા હતા. ધર્મસભા પહેલા જ હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી ચુકી છે. સરયુ નદીના કિનારે પુત્ર આદિત્ય ઠાકરે અને પત્નીની સાથે પૂજા પણ કરવામાં આવી હતી. હવે આવતીકાલે મંદિર મુદ્દા ઉપર કાર્યક્રમ યોજવામાં આવશે.

Previous articleછ મહિના સુધીમાં RBIથી પૈસા લેવાની જરૂર નહીં પડે
Next articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વક્તૃત્વ સ્પર્ધા