વિભાવરીબેન દવેના ચૂંટણી કાર્યાલયનું આનંદીબેન પટેલના હસ્તે ઉદ્દઘાટન

692
bvn21112017-8.jpg

ભાવનગર પૂર્વની બેઠકમાં ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે દ્વારા આજે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો મેઘાણસર્કલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં થયેલ ઉદ્દઘાટન બાદ પ્રવચનનો દૌર શરૂ થયો હતો. જેમાં પ્રવચન દરમિયાન ખાસ્સો સમય લાગતા અને વિજય મુર્હુતમાં ફોર્મ ભરવાના કરેલા નિર્ધાર ચુકી જવાય તેવું લાગતા પૂર્વ તૈયારી કરેલ ડીજે સાથેની રેલી કાઢવાનો સમય રહ્યો ન હતો અને મારતી ગાડીએ વિભાવરીબેન આનંદીબેન પટેલ સાથે ઉમેદવારીપત્ર ભરવા પહોંચી ગયા હતા અને ૧ર-૩૯ મિનિટે વિજય મુર્હુતમાં પોતાનું ફોર્મ ભર્યુ હતું. આમ, પ્રવચનમાં સમય લાગતા ડીજે સાથેની રેલી ન નિકળી શકતા કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો હતો.

Previous articleશ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
Next articleકોંગ્રેસના પ્રવિણ રાઠોડે પાલીતાણા ખાતે ફોર્મ ભર્યુ