સ્પિનરોની ફિરકી બાદ બેસ્ટમેનો દ્વારા કરવામાં આવેલા ઉમદા પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઇગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને ચોથી વાર મહિલા વિશ્વ ટી-૨૦ કપ જીતી લીધો છે. સતત પાંચમી વાર ફાઇનલમાં રમી રહેલી ઓસ્ટ્રેલીયાએ ઓફ સ્પિનર એશલેગ ગાર્ડનર (૨૨ રન ત્રણ વિકેટ) અને લેગ સ્પિનર જાર્જિયા વૈયરહેમે ૧૧ રનમાં ૨ વિકેટ લઇને ઇગ્લેન્ડને ૧૯.૪ ઓવરમાં ૧૦૫ રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. મહત્વનું છે,કે ઇગ્લેન્ડની મહિલા ટીમે ૨૦૦૯માં પહેલી સીઝનમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ૨૦૧૨ અને ૨૦૧૪ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી દીધું હતું. અને હવે ૨૦૧૮માં ફરી એક વાર ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડનું સપનું તોડી દીધું છે
ફાસ્ટ બોલર મેગન શુટે પણ ૧૩ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ તેનો જવાબમાં ૪૪ રન સુધીમાં ઓપનિંગ બેસ્ટમેન એલિસા હીલી(૨૨) અને બેથ મૂની(૧૪)ની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ાર્ડનર(નોટઆઉટ ૩૩) અને કેપ્ટન મેગ લેનિંગ (નોટ આઉટ ૨૮)ની વચ્ચે ત્રીજા વિકેટ માટે ૬૨ રનની ભાગીદારીની મદદથી ૧૫.૧ ઓવરમાં જ ટીમે ૧૦૬ રન બનાવી લીધા હતા.
ગાર્ડનરને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી જ્યારે વિકેટકીપર બેસ્ટમેન એલિસાને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવી હતી. એલિસાએ સૌથી વધારે ૨૨૫ રન બનાવી ચાર સ્ટંપિંગ અને ચાર કેચ કરી કુલ ૮ શિકાર બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે શિકારમાં બનાવાર ખેલાડી ભારતની તાનિયા ભાટીયા છે, જેણે બે કેચ કરી નલ સ્ટેપિંગ અને ૧૧ શિકાર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાને કોઇ પણ મહિલા વિશ્વકપમાં ચેમ્પિયનશીપના ફાઇનલમાં ઇંગ્લેન્ડની સામે હારનો સમનો કરવો પડ્યો નથી. અને તેનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ઇગ્લેન્ડના આ ક્રમને તોડવા માટે હવે ૨૦૨૦સુધી રાહ જોવી પડશે.