દિલધડક મેચમાં ભારતની અંતે છ વિકેટે રોચક જીત

930

સિડનીમાં આજે રમાયેલી ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે અતિરોમાંચક મેચમાં બે બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે જીત મેળવી લીધી હતી. અગાઉની બે મેચો ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે રમાઈ હતી પરંતુ આજે પૂર્ણ મેચ રમાતા ભારતે શાનદાર જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. ઓસ્ટ્ર્‌ેલિયા તરફથી શોર્ટે સૌથી વધુ ૩૩ રન બનાવ્યા હતા. જીતવા માટેના ૨૦ ઓવરમાં ૧૬૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને ૧૬૮ રન કરી લીધા હતા. ૧૯.૪ ઓવરમાં ભારતે આ રન કર્યા હતા. ભારત તરફથી શિખર ધવને ૨૨ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૧ રન કર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૬૧ રન કર્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે કૃણાલ પંડ્યાની પસંદગી કરાઈ હતી. કૃણાલ પંડ્યાએ આ મેચમાં ૩૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. અત્રે નોંધનીય છે કે, મેલબોર્ન ખાતે અગાઉ રમાયેલી બીજી વન ટ્‌વેન્ટી મેચ વરસાદના કારણે આખરે રદ કરી દેવામાં આવી હતી. અગાઉ બ્રિસ્બેનના મેદાન પર ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી ટ્‌વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે.

Previous articleમહિલા વર્લ્ડ ટી૨૦ : ઇગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા બની ચોથીવાર ચેમ્પિયન
Next articleગાંધીનગરમાં બંધારણની પોથીયાત્રા- આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી