મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જુવાળ વચ્ચે પણ ર૦૧રમાં ભાવનગર જિલ્લાની એકમાત્ર પાલીતાણા બેઠક પર વિજેતા થનાર કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ રાઠોડે આજે ર૦૧૭ની ચૂંટણી માટે પાલીતાણા ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ભાવનગર જિલ્લાની ર૦૧રમાં ૯ બેઠકોમાંથી એકમાત્ર પાલીતાણા બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
પાલીતાણા બેઠક માટે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા પ્રવિણ જીણાભાઈ રાઠોડે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી તેઓ ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. જ્યારે સુભાષભાઈ કેશુભાઈ સવાણીએ ડમી તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.