ચિલોડા સર્કલ પરનો ટ્રાફિક વાહન ચાલકો માટે શિરદર્દ

1519

ગાંધીનગર તાલુકા ચિલોડા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદો પ્રશ્ન બની ગયો છે. સર્કલ પર કામ ચાલતું હોવાને પલગે સામાન્ય ટ્રાફિક રહે તે સ્વાભાવિક છે પરંતુ અહીં તો સર્કલને ફરતે ગેરકાયદેસર ઉભા રહેતા પ્રાઈવેટ શટલિયાઓ અને લક્ઝરી બસોને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે. ઘણીવાર આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ પડતા દર્દીઓને જીવનું જોખમ પણ ઉભું થાય છે.

પોલીસ દ્વારા પર ઉપરથી ટ્રાફિકને લઈને ટકોર મળતા વચ્ચે-વચ્ચે થોડાઘણા વાહનોને દંડ ફટકારીને કામગીરી બતાવી દે છે, પરંતુ તેનો કાયમી ઉકેલ આવતો નથી.

પોલીસ દ્વારા રોજે-રોજ ઉભા રહેતાં ‘જાણીતા’ વાહનો ચાલકો, બસ ચાલકોને ખાલી ટકોર જ કરાય છે જ્યારે અન્ય લોકોને દંડ ફટકારીને વાહલા-દવલાની નીતી અપનાવાતી હોવાની રાવ પણ ઉઠી છે. દહેગામથી ગાંધીનગર તેમજ હિંમતનગરથી અમદાવાદ જતા વાહનોનો ટ્રાફિક દિવસે દિવસે વધતો જાય છે.

Previous articleગાંધીનગર મેયર મામલે ઉઘડતી કોર્ટે આજે નિર્ણય આવવાની શકયતા
Next articleમાણસાના ગાયત્રી મંદિરમાં તેરમો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો