કેન્દ્ર સરકારના રમત-ગમત અને ખેલ મંત્રાલયના એકમ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ‘વતન કો જાનો’ શિષર્ક હેઠળ ૨૪થી ૩૦ નવેમ્બર કેમ્પનું આયોજન ગાંધીનગર યુથ હોસ્ટેલ ખાતે કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે દેવ-દિવાળીના દિવસે કાશ્મીરના યુવાઓએ મીણબત્તી પ્રગટાવી માનવ સાંકળ બનાવી દેવ દિવાળીની ઉજવણી કરી હતી. ઉલ્લેખનિય છેકે ૧૩૨ યુવાઓ ગાંધીનગરના મહેમાન બન્યા છે.