ગાંધીનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે ધરણા-પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
ખેડૂતોના દેવા માફી, ખેતી માટે પુરતી વીજળી આપવા, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવા, ખેડૂતોને સત્તા બીજ અને ખાતરો આપવા સહિતના મુદ્દે કોંગ્રેસે સુત્રોચાર કર્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કિસાન સેલના પ્રમુખ હર્ષદભાઈ રીબડીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી, પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનો સાથે સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.