ગઈ તા.૩૧-૮-ર૦૧૭ના રોજ વિઠ્ઠલભાઈ ભવાનભાઈ વઘાસીયા રહે.ઢુંઢસર તા.સિહોરવાળાએ ફરિયાદ આપી હતી કે, તા.ર૯-૮-ર૦૧૭ના રાત્રિના અગિયારેક વાગ્યા બાદ કોઈ અજાણ્યા ઈસમોએ વાડીમાં ગે.કા. પ્રવેશ કરી તેના કબ્જાના બાંધેલ એક નાની પાડી તથા અન્ય સુરેશભાઈ રણછોડભાઈ બોરડા, મકોડભાઈ ઝવેરભાઈ વાઘેલા, ઓધડભાઈ દયાળભાઈ ગોહિલની વાડીના કબજામાંથી એક-એક પાડી મળી કુલ પાડી (નાની ભેંસ) જીવ નંગ-૪ જેની કિ.રૂા.ર૦૦૦૦ મળી કોઈ અજાણ્યા ચોર મોટા વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ કરાવેલ.
આ કામે ગુન્હાની તપાસ તજવીજ કરતા તપાસ દરમિયાન તા.પ-૯-૧૭ના રોજ બાતમી રાહે હકિકત મળેલ કે ઢુંઢસર ગામની પીપરડી રોડ ઉપર ત્રણ ઈસમો પગપાળા ચાલીને જતા હોય તેવી હકિકત મળતા જે હકિકત આધારે જગ્યાએ આવતા ત્રણ ઈસમો હાજર હોય પંચોની રૂબરૂમાં ઈસમોની પુછપરછ કરતા પોતે ગુનો કરેલાની કબુલાત આપતા હોય ત્રણેય ઈસમોના નામ સરનામા પુછતા મહેબુબભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ જાતે. ફકીર ઉ.વ.૩ર રહે.પાલીતાણા, ભલાભાઈ નારણભાઈ હાડગરડા જાતે. ભરવાડ ઉ.વ.૩ર રહે.પીપરડી-ર તા.પાલીતાણા, દિનેશભાઈ ઉર્ફે અઠો ધરમશીભાઈ ચૌહાણ જાતે કોળી ઉ.વ.૩પ રહે.વિરપુર તા.પાલીતાણાવાળો હોવાનું જણાવતા હોય ગુનાની કામે ધોરણસર અટક કરવામાં આવેલ.