ચાંદખેડામાં દલિત રેલીનું આયોજન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ગેરહાજરી

1491

રાષ્ટ્રીય દલિત આધિકાર મંચ દ્વારા ચાંદખેડામાં દલિતોએ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં નીકળવાની હતી. જો કે છેલ્લા ઘણા સમયથી જીગ્નેશ મેવાણી દલિતોના કાર્યક્રમમાં હાજરી આપતા નથી ત્યારે આ રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. જો કે નવાઈ ની વાત એ રહી કે આ  રેલીમાં દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ગેરહાજર હોવા છતાં રાષ્ટ્રીય દલિત આધિકાર મંચના કન્વીનરોની આગેવાનીથી રેલીની શરૂઆત કરાઇ હતી.  જો કે છેલ્લા ઘણા સમય થી જીગ્નેશ મેવાની સમાજના કાર્યક્રમમાં પાંખી હાજરી આપે છે. જીજ્ઞેશ મેવાણી રાજકીય કામ માટે હાલ મુંબઇ છે એમ જાણવા મળ્યું છે.

રાષ્ટ્રીય દલિત આધિકાર મંચ દ્વારા ચાંદખેડામાં  દલિતોએ રેલીનું આયોજન કર્યું હતું જ્યાં બંધારણ બચાવવાની વાત અને લોક જાગૃતિ માટેના આ કાર્યક્રમ માં બાઈક રેલી નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બાઈક લઈને દલિતો રેલીમાં જોડાયા હતા જો કે નવાઈ ની વાત એ છે કે પોલીસ પણ હાજર છે ત્યારે બાઈક રેલીમાં ટ્રાફિક નિયમ નો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતાં પરંતુ આમ છતાં રેલીમાં ભાગ્ય જ કોઈએ હેલ્મેટ પહેરી હોય તેવું લાગ્યું.  મોટી સંખ્યમાં લોકોએ રેલીમાં ભાગ લીધો હતો પરંતુ રેલીમાં કોઈએ ટ્રાફિક નિયમનું પાલન કર્યું નથી અને હેલ્મેટ વગર જ રેલીમાં જોડાયા. બીજી તરફ પોલીસે પણ આ રેલીની પરમિશન આપી ત્યારે ધ્યાન રાખવું જોઈતુ હતું કે ટ્રાફિક નિયમ નું પાલન થાય.

Previous articleગુસ્તાખી માફ
Next articleઅમરેલીમાં ૨ સિંહબાળના થયા મોત, વન વિભાગે પેનલ પીએમ માટે મોકલ્યા મૃતદેહ