બાળકોને શિક્ષણ મેળવવા માટે વજન ઉચકવો પડતો હતો. ત્યારે હવે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગે ૐઇડ્ઢ મંત્રાલયના આદેશ મુજબ ગાઈડલાઇન ઘડવા નિર્દેશ કર્યા છે. સરકારે ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થી માટે દોઢ કિલો, ધોરણ ૩થી ૫ના વિદ્યાર્થીઓ માટે ૨થી ૩ કિલો, ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થી માટે ૪ કિલો, ધોરણ ૮થી ૧૦ના વિદ્યાર્થી માટે સાડા ચાર કિલો અને ધોરણ ૧૦ના વિદ્યાર્થી માટે ૫ કિલો સુધીના બેગનું વજન નક્કી કર્યું છે.
મહત્વનુ છે કે, હાલમાં તમામ સ્કૂલોમાં ૬થી ૭ વિષયો હોય છે અને એક સ્કૂલમાં ૬થી ૭ જેટલા પિરીયડ પણ હોય છે. જેના કારણે તમામ વિષયનો એક પિરીયડ આવતો હોય છે. ત્યારે હવે સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલો બાળકોના બેગનું વજન કેવી રીતે ઓછું કરશે તે પણ અનેક સવાલ છે. શું હવે વિદ્યાર્થીઓના બુક્સમાં ઘટાડો કરાશે અથવા સ્કૂલોમાં પિરીયડ ઓછા કરાશે તે એક સવાલ છે.