છેલ્લી બે ટર્મથી ભાવનગર પૂર્વની બેઠક પરથી ચૂંટાઈને આવતા વિભાવરીબેન દવેને ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં વિભાવરીબેન દવેએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું.
ભાવનગર પૂર્વ બેઠક પરથી છેલ્લા ૧૦ વર્ષથી ચૂંટાઈ આવતા વિભાવરીબેન દવેએ આજે કાર્યાલયના ઉદ્દઘાટન બાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના આગેવાનો સાથે ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા અને પૂર્વ બેઠક માટે તેમણે ફોર્મ ભર્યુ હતું. તેમના ડમી તરીકે ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમની સાથે જોડાયા હતા.