મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ સંદર્ભે રોડ શો યોજશે

926

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સોમવારે ૨૬ નવેમ્બરના મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ સંદર્ભમાં રોડ શો યોજશે. મુખ્યમંત્રી સોમવારે દિવસ દરમ્યાન ૧૫ થી વધુ બિઝનેસ લીડર્સ તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક પણ યોજશે. સોમવારે સવારે ૧૧ વાગ્યે મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલ ખાતે યોજાનારા રોડ શો માં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ની વિશેષતાઓ તેમજ ગુજરાતની વિવિધ સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ તેઓ કરવાના છે.

મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં ૨૦ જેટલા દેશોના કોન્સયુલેટ જનરલની ભોજન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તેમજ ઉદ્યોગ નાણાં સહિતના વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાવાના છે.

મુખ્યમંત્રી સોમવારે મોડી સાંજે ગાંધીનગર પરત આવશે. આ પ્રવાસ દરમિયાન વિજયભાઈ રૂપાણી મુંબઈ વસતા કચ્છી સમાજના વેપાર ઉદ્યોગકારો સાથે પણ બેઠક યોજવાના છે અને કચ્છમાં સર્જાયેલી અછતની સ્થિતિના મુકાબલા માટે રાજ્ય સરકારના આયોજનની જાણકારી આપવાના છે.

Previous articleઅજમેર બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી સુરેશ નાયર ઝડપાયો
Next articleજમ્મુ કાશ્મીર : ૭૨ કલાકમાં ૧૬ ત્રાસવાદીને ઠાર કરાયા