દિલ્હીમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ ઓપ જમ્મુ એન્ડ કાશ્મીરના હોવાનું માનવામાં આવે છે. તેમની પાસેથી પોલીસે હથિયારો અને હેન્ડ ગ્રેન્ડ પણ મળી આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારના દિલ્હી પોલીસે બે આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી પ્રાપ્ત થી હતી, સાથે જ પોલીસે આ આતંકીઓની તસવીર પણ જાહેર કરી હતી. જો કે ઝડપાયેલા આતંકીઓ એ જ છે કે કેમ તેની હજુ સુથી ખાતરી થઈ શકી નથી. પોલીસે આ મામલે વિસ્તૃત વિશ્લેષણની રાહ જોઈ રહી છે.
આતંકીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપાવના ઈરાદે ઘૂસ્યા હતા. એલર્ટ બાદ પોલીસે ગેસ્ટ હાઉસ, હોટેલ્સ સહિત અનેક વિસ્તારોમાં સંદિગ્ધોની તપાસ હાથ ધરી હતી. પોલીસની રડારમાં દિલ્હીના એવા કેટલાક વિસ્તારો હતા જ્યાં વિદેશીઓની સતત અવર જવર રહેતી હોય.
મંગળવારે દિલ્હી પોલીસે એડવાઈઝરી જાહેર કરીને સંદિગ્ધ આતંકીઓની તસવીરો જાહેર કરી હતી. પોલીસે લોકોને અપીલ કરી હતી કે આ બન્ને આતંકીઓ શહેરમાં જોવા મળે તો તાત્કાલિક પોલીસ સ્ટેશન ફોન કરી આ અંગે માહિતી આપવી. બન્ને સંદિગ્ધોના ફોટો શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા હતા. પોલીસે તસવીર જાહેર કરી હતી તેમાં બે સંદિગ્ધ આતંકીઓ એક માઈલસ્ટોન પાસે ઊભા હોવાનું જોવા મળે છે જેમાં દિલ્હી ૩૬૦ કિ.મી લખ્યું હતું. ફિરોઝપુર ૯ કિ.મી લખેલુ પણ જણાતું હતું.