મન કી બાત કાર્યક્રમના ૫૦ એપિસોડ પુરા થઇ ચુક્યા છે. આજે ૫૦ એપિસોડ પુરા થવાને લઇને મોદીએ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એક એવો કાર્યક્રમ છે જેમાં અવાજ તેમનો છે પરંતુ ભાવના સામાન્ય લોકોની જોડાયેલી છે.
મોદીએ મન કી બાતના આ સત્રમાં બંધારણ દિવસ અને ગુરુનાનક જ્યંતિને લઇને મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યં હતું કે, આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી. હકારાત્મકરીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં તેમને પણ લાગતું હતું કે, આ કાર્યક્રમ રાજકીય બની જશે તો તકલીફ થશે. મોદીએ પાંચમી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે મનકી બાતની શરૂઆત કરી હતી. આના ૫૦ એપિસોડ પુરા થયા છે. મોદીએ ઉમેર્યું હતું કે, આજના યુગમાં જ્યારે રેડિયોને લોકો ભૂલી રહ્યા છે ત્યારે હવે તેની લોકપ્રિયતા ફરી વધવા લાગી છે.
આજ કારણસર રેડિયોની પસંદગી કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, આમા કોઇપણ જગ્યાએ રાજનીતિ નથી. મન કી બાત કાર્યક્રમમાં સામાજિક મુદ્દા ઉપર વાત કરવામાં આવે છે. દરેક સમયે તેમના મનમાં દેશના લોકો રહે છે. તેમના પત્રોને હંમેશા ગંભીરતાથી વાચે છે. પરિવારની વચ્ચે રહેવાના પ્રયાસમાં રહે છે.
દેશના દુરગામી ગામોમાં તેઓ જઇ ચુક્યા છે જેથી જ્યારે કોઇ વાત કરવામાં આવે છે ત્યારે અથવા તો પ્રશ્નો કરવામાં આવે છે ત્યારે તેમને એ વિસ્તારની માહિતી હોવાથી જવાબ સરળ બની જાય છે. મોદીએ ઉમેર્યું હતું કે, આકાશવાણીની ટીમ દરેક એપિસોડને જુદી જુદી ભાષાઓમાં રજૂ કરી રહી છે.
કેટલાક લોકો મોદી સાથે જોડાયેલા અને તેમના જ અવાજમાં મન કી બાત સંભળાવે છે. આવી રીતે આ પ્રકારના લોકો ૩૦ મિનિટ સુધી નરેન્દ્ર મોદી બની જાય છે. આવા લોકને પણ તેમના ટેલેન્ટ અને કુશળતા માટે આભાર શુભેચ્છા આપે છે. બંધારણ દિવસની પણ મોદીએ વાત કરી હતી. ગુરુનાનક જ્યંતિની વાત કરી હતી. આગામી વર્ષે ગુરુનાનક દેવની ૫૫૦મી જ્યંતિ મનાવવામાં આવનાર છે. ગુરુનાનકે સમાજને હંમેશા સત્ય કર્મ, સેવા અને કરૂણાનો માર્ગ બતાવ્યો હતો. દેશ અને દુનિયાભરમાં આની ભવ્ય ઉજવણી કરવાની તૈયારી થઇ રહી છે. મોદીએ ગુરુનાનકની ૫૫૦મી જ્યંતિને ભવ્યરીતે ઉજવવાની વાત કરી હતી. સાથે સાથે ગુરુનાનકના પવિત્ર સ્થળો સુધી એક ટ્રેન દોડાવવાની પણ વાત કરી હતી. મોદીએ મન કી બાતમાં સ્વચ્છતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.