પરમાર્થ પરિવાર પાળીયાદની મુલાકાતે ગારીયાધારના પરવડી ખાતે પી. એમ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌશાળાની ટીમ આજે ગૌસંવર્ધનની ઉત્તમોત્તમ વ્યવસ્થા નિહાળવા પાળીયાદ વિસામણ ભક્તની જગ્યા ખાતે પધાર્યા જ્યૂભાઈના નેતૃત્વ સાથે પાળીયાદની ગૌશાળા નિહાળી જીવદયા પર્યાવરણ પ્રકૃતિ સાથે પરમાર્થ માટે ઉત્તમોત્તમ સુવિધા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. અબોલ જીવો માટે સારી આહાર વિહારની સુવિધા વધારી દરેક જીવાત્માનું જીવન વધુ સુંદર કેમ બને ? તેવા ઉમદા વિચાર સાથે આજે ગારીયાધારના પરવડી ખાતે માધવ ગૌશાળાના ભરતભાઈ માંગુકિયા વેલજીભાઈ ગોયાણી, દિનેશભાઇ સુતરીયા, કાંતિલાલ નાકરાણી, અરવિંદભાઈ માંગુકિયા, સંદીપભાઈ ગોયાણી, સુરેશભાઈ સહિત પરવડી માધવ ગૌશાળા ટીમ પાળીયાદ ખાતે વિસામણ ભક્તની ગૌશાળા નિહાળી વ્યવસ્થાથી ગદગદિત થયા હતાં.