એભલવડ સિંચાઈ ડેમનું પાણી છોડાતા મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું

783

જાફરાબાદના એભલવડ સિંચાઈ ડેમનું સિંચાઈ વિભાગને ૩ ગામના ખેડૂતોએ પોતાની પાણી વગર મુરજાતી મોલાતને જીવતદાન આપવા કેનાલ દ્વારા જુની જીકાદ્રી-હેમાળ, એભલવડના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

જાફરાબાદના એભલવડ સિંચાઈ ડેમનું આખરે ત્રણ ગામના ખેડૂતોની રજૂઆત ફળી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ફેલ ગયેલ ચોમાસાની તમામ પાક જેથી ઉનાળુ પાક મેળવવા પાંચ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગને રજૂઆત કરતા જુની જીકાદ્રી હેમાળ અને એભલવડ ખેડૂતોમાં ખુશીનો માહોલ જે જુની જીકાદ્રી સિંચાઈ વિભાગના પટેલ સામાજીક કાર્યકર હસુભાઈ વરૂ, છગનભાઈ પડશાળા હેમાળ, સરપંચ મયલુભાઈ ખુમાણ, એભલગામ આગેવાન પથુભાઈ વરૂ જુની જીકાદ્રીથી દિલુભાઈ વરૂ અને જેતુભાઈ વાળા સહિતે પ્રથમ પાણી આવતા ગંગાજી સમજીને શ્રીફળ વધેરી પૂજન કરાયું.

Previous articleવાળંદ જ્ઞાતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો
Next articleપરમાર્થ પરિવાર પાળીયાદની મુલાકાતે પરવડી માધવ ગૌશાળાની ટીમ પહોંચી