ભાવનગરની શિશુવિહાર સંસ્થાની સેવાની સુવાસની નોંધ લેવાઈ સંસ્થાનું વીશિષ્ટ બહુમાન અનુદાન સાથે સન્માન કરાયું નડિયાદ ખાતે તાજેતરમાં જ શાંતિલાલ એમ શાહ ચેરીટી ટ્રસ્ટ મુંબઈ દ્વારા શિશુવિહાર સંસ્થાનું પ્રશસ્તિ પત્ર અને રૂપિયા પ૦,૦૦૦/-ના અનુદાનથી સન્માન થયું. શિશુવિહારની સેવા પ્રવૃત્તિઓના પ્રતિનિધિ તરીકે રશ્મિભાઈ સાકરવાડિયા, નિર્મોહીબેન ભટ્ટ તથા સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ નડિયાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.